ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (માર્ચ – 2011)

(માર્ચ – 2011)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?…પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાનો વિચાર છે. આનો અમલ કરવાની કોઈ નિશ્ચિત તારીખ નથી તેમ આ ક્યાં સુધી ચલાવવું તે ય નિશ્ચિત નથી. હા, પ્રતિભાવ – કમેન્ટસ્ એ નક્કી કરવામાં ચોક્કસ મદદરૂપ થશે.
એ રીતે માર્ચ – 2013 અને 2012ના સ્ટેટસ અપડેટ આ મહિનાના પ્રારંભે અહીં મુક્યા પછી હવે પ્રસ્તુત છે 2011ના આ સમયગાળાના પ્રોફાઇલ સ્ટેટસ. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે. ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું.
આભાર.
(Thursday, 10 March 2011 at 06:00pm)
ગમે એવો ખાસ મિત્ર હોય તો પણ ફેસબુક પર મિત્ર બનાવવા માટે Request મોકલવી જ પડે.
* * * * * * *

રામકથાકાર મોરારિભાઈ
(Monday, 21 March 2011 at 01:56am)
અમદાવાદની કર્ણાવતી ક્લબમાં ગઈકાલે ડૉ. મુકુન્દ મહેતાની લાફિંગ ક્લબ દ્વારા યોજાયેલો રંગોત્સવ રામકથાકાર મોરારિભાઈના મોડા પડવાને લઈ પોણો કલાક વિલંબથી શરૂ થયો. બે મહેમાન વક્તા અમદાવાદના મેયર અસિત વોરા અને પૂર્વ મુખ્ય સચિવ પ્રવીણ લહેરી આવ્યા જ નહીં. કાર્યક્રમ આયોજકોએ હવે આમંત્રણ કાર્ડમાં લખવાનું શરૂ કરવું પડશે કે પ્રથમ વક્તાના આગમન સાથે જ કાર્યક્રમ શરૂ થઈ જશે. મોડા પડનાર વક્તાએ શ્રોતાઓ સાથે સ્થાન લઈ લેવું.
અગાઉ આ મહિને અહીં મુકેલી માર્ચ – 2013 તેમજ માર્ચ 2012 (બે ભાગમાં)ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લીંક અનુક્રમે આ રહી – http://binitmodi.blogspot.in/2013/04/2013.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)