ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2013)

(નવેમ્બર – 2013)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?…પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના આશય માત્ર બે જ છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યો. જેના અમલની કોઈ નિશ્ચિત તારીખ નહોતી એવી આ પોસ્ટસ્ ને મળેલા થોડા પ્રતિભાવો – કમેન્ટ્સ અને રીડર સ્કોરથી તેને નિયમિત કરવાનું મને બળ મળ્યું અને એ ક્રમમાં આ 37મી પોસ્ટ છે.
ગયા ઑગસ્ટમાં જુલાઈ – 2012ના સ્ટેટસ પ્રોફાઇલથી પ્રારંભ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2013. જે તે દિવસના વાર, તારીખ સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
(Friday, 1 November 2013 at 09:09am)
ડમડમબાબાની ડુગડુગી…..
દિવાળી નૂતનવર્ષ નિમિત્તે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નવી ચલણી નોટો વહેંચી પણ તેના પર સહી તો જૂના ગવર્નર ડી. સુબ્બારાવની જ છે. નવા ગવર્નર રઘુરામ રાજનનો નંબર આવતી દિવાળીમાં લાગશે.
So, HAPPY DHANTERAS…धनतेरस की शुभकामनाएं…ધનતેરસની શુભેચ્છાઓ…
* * * * * * *
(Saturday, 2 November 2013 at 02:22pm)
કાળીચૌદશની રાત્રે આમ તો અઘોરપંથના બાવાઓનું માહાત્મ્ય હોય છે…પરંતુ…
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
બાવાઓ ત્રણ પ્રકારના હોય છે…પ્રામાણિક, પાખંડી અને પાનકાર્ડવાળા…
* * * * * * *
(Sunday, 3 November 2013 at 12:12pm)
દિવાળીની સાંજની સારી રીતે ઉજવણી કરી શકનારા સરકારી કર્મચારીઓનો દિવસ અજંપામાં વીતવાની વકી છે…કેમ કે…
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
દિવસભર આ આજની એક રજા રવિવારને કારણે કપાઈ ગઈએવા વિચારો આવ્યા જ કરવાના…
Whatever, HAPPY DIWALI…दिपावली की शुभकामनाएं…દિવાળીની શુભેચ્છાઓ…
* * * * * * *
(Monday, 4 November 2013 at 03:03am)
નવા વર્ષનો પ્રારંભ આમ તો મીઠાઈ ખાઈ ખવડાવીને જ થવો જોઇએ…પરંતુ…
અમેરિકામાં થયેલું એક ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
ભારતમાં કંદોઈને ત્યાં મળતા તૈયાર ઘૂઘરા કરતા શિંગોડા પાનનું કદ મોટું હોય છે.
So, HAPPY NEW YEAR…नूतन वर्ष की शुभकामनाएं…સાલ મુબારક અને શુભેચ્છાઓ…
* * * * * * *
(Tuesday, 5 November 2013 at 08:08am)
આજે ભાઈબીજના દિને બહેનના ઘરે ભાઈઓ ભોજન પામશે જ તેમાં કોઈ શંકા નથી…પરંતુ…
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
ભોજન સમયસર મળશે કે કેમ તેનો બધો આધાર ઇન્ટરનેટની સ્પીડ પર રહેશે…કેમ કે…
જે બહેનો રૅસિપિ બુક વાંચીને વાનગીઓ બનાવશે તેમની રસોઈ ઝડપથી બનશે…અને…જે બહેનો યુટ્યૂબ પરના વિડિઓ જોઇને જમવાનું બનાવશે…એ ભાઇઓનું શું થશે તે હવે આપ જાણો છો…
So, HAPPY BHAIBIJ…भाईदूज की शुभकामनाएं…ભાઈબીજની શુભેચ્છાઓ…
* * * * * * *
(Wednesday, 6 November 2013 at 12:12pm)
તળીને તૈયાર થતા ઘૂઘરાની ગણતરી મીઠાઈમાં કરવી કે ફરસાણમાં તે સંબંધે દિવાળી ઉજવતા અને નહીં ઉજવતા એવા દુનિયાના તમામ દેશોમાં સંશોધન ચાલી રહ્યું છે.
* * * * * * *
(Thursday, 7 November 2013 at 12:12pm)
એક તિથિનો લોપહોવાના કારણે આજે નૂતનવર્ષના ચોથા દિવસે લાભપાંચમછે. અને હા, આને પણ ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન જ ગણવું.
* * * * * * *
(Friday, 8 November 2013 at 09:09am)
ડમડમબાબા ડાયલૉગ સિરીઝ…..
પપ્પા નવું આઇ-પેડ અપાવો.
કુંવર સવાર-સવારમાં પહેલા ભણવાનું ઠેકાણું પાડો…પછી બીજી વાત.
સારું…ફેસબુક પ્રોફાઇલમાં મારા બાળપણના ફોટાનો ઉપયોગ કરીને દિવસ આખો તમે કોની-કોની પ્રોફાઇલના ઠેકાણા શોધતા ફરો છો તેની વાત મમ્મી સાથે બેસીને આજે સાંજે કરી લઇશું.
* * * * * * *
(Saturday, 9 November 2013 at 11:11am)
જલારામ જયંતીના પાવન અવસરે…ડમડમબાબાની કવિતા : જલારામબાપાની વેદના
મારા નામે ઉતારે છે ઘાણ રોજે રોજ મણ-મણના…
કોક દી મારા જમણમાં પણ મૂક બે-ચાર ટુકડા ખમણના…
* * * * * * *
આસારામ 1008
(Saturday, 9 November 2013 at 04:04pm)
આસારામએ માગણી કરી છે કે તેના વિરૂદ્ધની ચાર્જશીટ 500 કે 1500; ગમે તેટલા પાનાની હોય…
ફોન્ટ સાઇઝ નાની-મોટી કરીને 1008 પાનામાં જ પ્રિન્ટ કરીને તેને કોપી આપવામાં આવે જેથી…
બાકી રહી ગયેલું ‘1008’નું લેબલ (વિશેષણ!) પણ પ્રાપ્ત થાય.
* * * * * * *
(Monday, 11 November 2013 at 08:08am)
દિવાળીના નાસ્તાને કારણે કે પછી ફટાકડાના અવાજને કારણે પૂંછડું છૂટી જવાનીસમસ્યા ઉદ્દભવે છે તે બાબતે ડૉક્ટરોમાં મતમતાંતર પ્રવર્તે છે.
* * * * * * *
‘નિર્મલ ભારત’ અભિયાનનો બ્રાન્ડ એમ્બેસેડર
(Tuesday, 12 November 2013 at 10:10am)
સેટેલાઇટ ડિશ રિસીવરના આગમન સાથે ભારતમાં જાહેર સ્વચ્છતામાં વધારો થયો છે એવું ડમડમબાબાનું સંશોધન વધુમાં જણાવે છે કે…
…અગાઉ ટી.વી. ઍન્ટેનૅ પર બેસીને પ્રાતઃકર્મ વિધિ સંપન્ન કરતા પક્ષીઓની ચરક હવે ડિશ રિસીવર ઝીલી લે છે. સેટેલાઇટ ટી.વી. પ્રસારણની સેવાઓ પૂરી પાડતી ટાટા સ્કાય, એરટેલ, રિલાયન્સ ડિજિટલ, ડિશ ટી.વી. સહિત અન્ય સવા ડઝન કંપનીઓનો નિર્મલ ભારતઅભિયાનમાં જોડાવા બદલ આભાર.
* * * * * * *
(Wednesday, 13 November 2013 at 04:04pm)
શહેરમાં ફરતી પૅસિન્જર રિક્ષામાં માત્ર ત્રણ જ વ્યક્તિને બેસાડવાની મંજૂરી હોય છે…પરંતુ…
…ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
…એ જ રિક્ષા હાઇ-વે પર ફરતી થાય એટલે આઠ પૅસિન્જરના કાયદામાં ફેરવાઈ જાય છે.
* * * * * * *
(Friday, 15 November 2013 at 03:33pm)
શહેરમાં વસતા ભટકતા કૂતરાંઓનું જીવનધોરણ સુધર્યું છે એમ ચોક્કસપણે કહી શકાય…
કેમ કે…ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
અગાઉ વધ્યા-ઘટ્યા દાળ-ભાત-શાક અને રોટલી-ભાખરી પામતા કૂતરાંઓને હવે પાઉંભાજી અને પીઝાની ગ્રેવી નસીબ થાય છે.
* * * * * * *
(Saturday, 16 November 2013 at 02:22pm)
ભારતનો પ્રવાસ પૂરો કરીને પોતાને ગામ-ઘરે પહોંચેલા ફોરેનરે તેને મળવા આવતા સગાં-સંબંધી-મિત્રો સમક્ષ પ્રવાસનો આનંદ વ્યક્ત કરતા અને તેનું વર્ણન કરતા કહ્યું કે…આપણા દેશની સ્મોલ કાર કરતાં પણ નાનું એવું વ્હીકલ ચલાવવા માટે ત્યાં ત્રણ-ત્રણ ડ્રાઇવર હોય છે.
તેની વાત સાંભળનારા તો બધા તાજુબ જ થઈ ગયા. આ વાત જ્યારે તેના ભારતીય દોસ્તે સાંભળી તો તેને કહ્યું કે…ડોબા…એ તો રિક્ષાનો ડ્રાઇવર આજુબાજુ બે પૅસિન્જર બેસાડે છે.
* * * * * * *
‘ભારતરત્ન’ સચિન તેન્ડુલકર
(Sunday, 17 November 2013 at 04:44pm)
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની રમતમાંથી નિવૃત્તિ લેનાર સચિન તેન્ડુલકરને ભારતરત્નનું સન્માન જાહેર થાય એ તો આનંદની જ વાત છે…પરંતુ…ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…
સન્માન પ્રાપ્ત કરવાનો આગલો દિવસ બહુ જ અપમાનજનકહોય છે…કેમ કે…
રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓ લેફ્ટ-રાઇટકરાવતું રિહર્સલ કરાવે એ પછી બીજે દિવસે સન્માન મળે છે.
* * * * * * *
(Monday, 18 November 2013 at 01:11pm)
દરજીઓએ હવે થીંગડાં મારવાનું બંધ કર્યું છે…પરંતુ…
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…બિલ્ડરોએ રસ્તાઓને થીંગડથાગડ કરવાનું ચાલુ રાખ્યું છે.
ચોમાસાથી બિસમાર થયેલા રસ્તાઓ માટે આ કામ અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની સૂચનાથી ચાલી રહ્યું છે.
* * * * * * *
(Tuesday, 19 November 2013 at 01:41pm)
નીઓરિચ (Neorich / નવશ્રીમંત) વ્યક્તિને ઓળખવી કઈ રીતે?
નિશાની નંબર એક પગમાં સફેદ બૂટ કે ચંપલ પહેરેલા હોય તો સમજવું કે…
* * * * * * *
ઓમજી મહારાજ : શોભન સરકારના પ્રવક્તા
(Thursday, 21 November 2013 at 11:11am)
પુરાણકામ કરવા માટે સુવર્ણરજધરાવતી માટી હાજર સ્ટોકમાં મળશે. રૂબરૂ મળો યા આપનો સંદેશો કિત્તા પર લખીને મોકલો.
સાઇટ સુપરવાઇઝર ભારતીય પુરાતત્વ વિભાગમુકામ ડોડિયાખેડા, જિલ્લો : ઉન્નાવ, ઉત્તર પ્રદેશ.
નોંધ : બપોરે એકથી બે દરમિયાન રિસેસના સમયે આવો તો સાધુ શોભન સરકારને મળવા વિનંતી.
* * * * * * *
તરૂણ તેજપાલનો ‘તહેલકા’
(Friday, 22 November 2013 at 04:44pm)
અંગ્રેજી અને હિન્દી ભાષામાં પ્રકાશિત થતા સામયિક તહેલકાના તંત્રી તરૂણ તેજપાલ સાથી મહિલા પત્રકારની જાતીય સતામણીના મામલે…
…ગુજરાતી ભાષામાં ઓળખાવીએ તો સાવ ‘હલકાનીકળ્યા.
* * * * * * *
(Sunday, 24 November 2013 at 10:01am)
શીરા માટે શ્રાવક ન થવાય…એમ…
તાજા દૂધની ચા પીવાનું મન થાય એટલે કંઈ આણંદ થોડું જવાય છે…
તોય મેં આજે આણંદની વાટ પકડી છે…બોલો…
* * * * * * *
ગેટવે ઑફ ઇન્ડિયા (*)
(Tuesday, 26 November 2013 at 02:00am)
તસવીરની તારીખ : રવિવાર, 18 માર્ચ 2007…
અને તવારીખમાં…જત જણાવવાનું કે…
પાંચ વર્ષ પહેલાની ગોઝારી દુર્ઘટનાનું પ્રવેશદ્વાર…ગેટવે ઑફ ઇન્ડિયા : બુધવાર, 26 નવેમ્બર 2008ની સાંજે…
* * * * * * *
(Wednesday, 27 November 2013 at 12:21pm)
ટેક્નિકલ ખામી સર્જાવાના કારણે લિફ્ટની અંદર ફસાઈ જવાના સંખ્યાબંધ બનાવો બને છે અને તેવી ઘટનાઓના ખબર ક્યારેક અખબારો દ્વારા મળે છે…પરંતુ…
ડમડમબાબાનું ચોંકાવનારું સંશોધન એમ કહે છે કે…લિફ્ટના દરવાજાની બહાર રહીને કરેલી ભૂલને કારણે ફસાઈ જનારાઓમાં તહેલકાના તંત્રી તરૂણ તેજપાલ પહેલા છે…
એવી ભૂલજેને તેઓ પોતાની ખામીગણવા તૈયાર નથી.
* * * * * * *
ગુજરાતી બારાખડી
(Thursday, 28 November 2013 at 09:00am)
ય ર લ વ અને પ ફ
ગુજરાતી વર્ણમાળામાં સાથે-સાથે આવતા આ એવા છ અક્ષરો છે જેનો અંગ્રેજી અર્થ મળે છે…
યર = Year – વર્ષ
લવ = Love – પ્રેમ
પફ = Puff – વરાળ
* * * * * * *
(Friday, 29 November 2013 at 01:11pm)
તહેલકાઑફિસ સાથે ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ…
હલો, તંત્રી તરૂણ તેજપાલને લાઇન આપશો…?
સાહેબ તો ફીલ્ડમાં ગયા છે…
ફીલ્ડમાં ગયા છે કે ફ્લર્ટિંગ કરવા ગયા છે?
ના…ના…ફીલ્ડમાં જ ગયા છે…ભાગતા-ફરતા નારાયણ સાઈનો ઇન્ટરવ્યૂ લેવા.
* * * * * * *
(Saturday, 30 November 2013 at 02:22pm)
હિન્દી કે અંગ્રેજી તહેલકાના જૂના નવા અંકો પસ્તીમાં મૂકવા નહીં. વજનમાં તેની ગણતરી કરવામાં નહીં આવે કે વળતર આપવા માટે પણ ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
હુકમથી – તરૂણ
તરૂણ = TARUN – Traders Association of Raddi, Utensils (old vessels) and Newspapers
ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
…..તેમજ ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અહીં મુકેલી નવેમ્બર – 2012 તેમજ નવેમ્બર 2011ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી – http://www.binitmodi.blogspot.in/2012/12/2012.html

(* નિશાની વાળી તસવીર : બિનીત મોદી, એ સિવાયની સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)