વિનોદ સાકરલાલ મોદી : ભણતર-ગણતર ગોધરામાં, કર્મભૂમિ કલ્યાણ અને વિદાય વડોદરામાં

વિનોદ સાકરલાલ મોદી / Vinod Sakerlal Mody

01-04-1936થી 02-02-2014

નિવૃત્તિ પછીનો આંશિક સમય અમેરિકામાં બે પુત્રોના પરિવાર સાથે ગાળનાર વિનોદકાકાનું રવિવાર 2 ફેબ્રુઆરી 2014ની સવારે 78 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું. નાનો પુત્ર અર્પિત અમેરિકાથી આવી પહોંચતા મંગળવાર 4 ફેબ્રુઆરીની સવારે વતન ગોધરામાં પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી.
સગપણમાં વિનોદકાકા / Vinod Sakerlal Mody મારા પિતા (સ્વર્ગસ્થ પ્રફુલ મોદી / Late Praful Modi / http://binitmodi.blogspot.in/2013/10/blog-post_23.html)ના માસીયાઈ ભાઈ અને એ રીતે મારા કાકા થતા હતા. અગાઉ અહીં હું જેમના વિશે લખી ગયો છું તે સુરેન્દ્રકાકાના / Late Surendra Mody / http://binitmodi.blogspot.in/2013/07/blog-post_30.html સગા નાના ભાઈ.
1 એપ્રિલ 1936ના રોજ ગોધરા (જિલ્લો: પંચમહાલ)માં જન્મેલા વિનોદકાકાએ / Vinod Mody અમદાવાદની એલ.એમ. ફાર્મસી કૉલેજમાંથી / L.M. College of Pharmacy, Ahmedabad / http://lmcp.in/ બી. ફાર્મનો અભ્યાસ કર્યો હતો. કારકિર્દીના પ્રારંભની એકાદ-બે નોકરી પછી તેઓ મફતલાલ ગ્રૂપની કેમિકલ કંપની ઇન્ડિયન ડાયસ્ટફ ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા હતા અને નિવૃત્તિ સુધીનો પૂરો સમય કંપનીના કલ્યાણ (જિલ્લો: થાણે, મહારાષ્ટ્ર) / Kalyan, District: Thane, Maharashtra State યુનિટ સાથે જોડાયેલા રહ્યા હતા. માતા – પિતા (પાર્વતીબહેન અને સાકરલાલ મગનલાલ મોદી) તેમજ વતનથી ખાસા દૂર તેઓ દિવાળી – નૂતનવર્ષના તહેવારની ઉજવણી કરવા પરિવાર સાથે અચૂક ગોધરા / Godhra, Gujarat આવતા અને સૌને મળતા. નિવૃત્તિના થોડા વર્ષો પછી તેઓ અમેરિકા દીકરાઓ સાથે જઈને વસ્યા હતા. તેમનો વતનઝૂરાપો અને પરિવારજનોને ઉમળકાભેર મળવાનો ખ્યાલ એવો મજબૂત હતો કે પાંચ વર્ષ અગાઉ તેમણે વડોદરાને / Vadodaraતેમનું બીજું ઘર બનાવ્યું હતું. દોઢ-બે વર્ષે એકવાર અહીં આવીને તેઓ તેમનો પ્રવાસનો શોખ પણ મિત્રો સાથે રહીને પૂરો કરતા હતા. એવા એક રાજસ્થાનના પ્રવાસમાં તેઓ મારા મમ્મી – પપ્પા (સુધા અને પ્રફુલ મોદી)ને પણ સાથે લઈ ગયા હતા.
અમેરિકાથી વાયા વડોદરા અમદાવાદ આવી પહોંચતા તેઓ અહીં પણ સૌ પરિચિતોને મળવા જતા હતા. એ રીતે જોતાં તેમના અવસાનના સમાચાર અમદાવાદ સ્થિત પરિવારજનો માટે આઘાતજનક બની રહ્યા. કેમ કે અવસાનના માત્ર ચોવીસ કલાક અગાઉ શનિવાર 1 ફેબ્રુઆરીની સવાર સુધી તેઓ અમદાવાદમાં ચંપાફોઈ – અરવિંદફુઆ (તેમના મોટા બહેન – બનેવી)ના મહેમાન હતા, તેમને મળવા આવ્યા હતા. પ્રતિકૂળ તબિયતને લઈને તેમણે આ વખતે કોઈને પણ મળવાનું ટાળી વડોદરાના ઘરે પહોંચી જવાનું ઠીક સમજ્યું હતું. એ રીતે આ તેમની છેલ્લી અમદાવાદ / Ahmedabad મુલાકાત બની રહી. રવિવારની સવારે બેચેની લાગવાની ફરિયાદ પછી પ્રાથમિક સારવાર મળે તે પહેલાં જ તેમનું દુઃખદ અવસાન થયું.
છ ભાઈઓમાં તેઓ બીજા નંબરે અને પાંચ બહેનો સાથેના પરિવારમાં તેઓ છઠ્ઠા નંબરે હતા. વિનોદકાકાના પરિવારમાં પત્ની સતુકાકી સાથે સંતાનોમાં બે દીકરાઓ પાર્થિવ / Parthiv (પુત્રવધૂ રેના) અને અર્પિત / Arpit (પુત્રવધૂ વૈશાલી)નો સમાવેશ થાય છે.
આઠ – દસ વર્ષની ઉંમરે મમ્મી – પપ્પા સાથે તેમના કલ્યાણના ઘરે રહેવા ગયો હોવાનું યાદ છે. વતનમાં દિવાળી કે તેની આસપાસના દિવસોમાં અનેકવાર જેમને મળ્યાની સ્મૃતિઓ મનમાં જડાયેલી છે તેવા સ્વર્ગસ્થ પાલીમાસી અને સાકરમાસાના સંતાનોના આ જગતમાંથી વિદાય પામતા જવાના સમાચાર પીડા આપનારા, ખાલીપો સર્જનારા બની રહે છે. તેમની પછીની પેઢીના મને એમ પણ લાગે છે કે અમે હવે બાળક મટી રહ્યા છીએ.

વતન ગોધરામાં ‘પાર્વતી’ બંગલાની પરસાળમાં પાડેલો એક ફોટો અહીં આ સ્થાને મુકવાની ઇચ્છા રોકી શકતો નથી. આ રહી તેમની ઓળખાણ. ઊભા રહેલા ડાબેથી – પ્રફુલ મોદી અને સુધા પ્રફુલ મોદી (મારા મમ્મી-પપ્પા), દમયંતી અરૂણ મોદી, સતુ વિનોદ મોદી, ઉર્મિલા સુરેન્દ્ર મોદી, હીંચકે બેઠેલા ડાબેથી ત્રણ ભાઈઓ અરૂણ, વિનોદ અને સુરેન્દ્ર સાકરલાલ મોદી.