ફેસબુક : ફન, ફંડાઝ અને ફેક્ટ્સ (નવેમ્બર – 2014)

(નવેમ્બર – 2014)

સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જે કંઈ લખાય તેના અસ્તિત્વનું માપ સેકન્ડ – મિનિટોથી શરૂ કરીને થોડા કલાકો સુધી લંબાવી શકાય. પછી?…પછી એને ભૂલી જવાનું. આદર્શ વસ્તુસ્થિતિ એને ભૂલી જવામાં જ છે. પરંતુ અહીં બ્લોગની દિવાલ પર તેને કોપી-પેસ્ટ કરવા પાછળના બે આશય છે.
એક તે એનું અસ્તિત્વ થોડા મહિના-માસ લંબાવવાનું અને બીજો તે જેઓ સોશિયલ નેટવર્કિંગ જગતમાં દાખલ નથી થયા અથવા દાખલ થયા પછી દૂર થયા છે તેમના સુધી પહોંચવાનો.
આ રીતે દર મહિને Control ‘A’ – Control ‘C’ – Control ‘V’ની મદદથી રજૂ થવાના વિચારને 2012માં અમલમાં મૂક્યા પછી તેને નિયમિત કરતાં એ ક્રમમાં આ 49મી પોસ્ટ છે.
2010ના વર્ષની એક અને 2011, 2012 અને 2013ના વર્ષની મહિનાવાર સ્ટેટસ પ્રોફાઇલ પોસ્ટ રજૂ કર્યા પછી પ્રસ્તુત છે હવે નવેમ્બર – 2014. જે તે દિવસના વાર, તારીખ અને સમયના ઉલ્લેખ નીચે એ દિવસનું સ્ટેટસ અપડેટ છે.ફેસબુક’ / FACEBOOK પર આવા દરેક સ્ટેટસ અપડેટ સાથે મારું નામ અને કૌંસમાં ગામનું નામ અમદાવાદ’ / Ahmedabad એમ લખતો હોઉં છું પરંતુ અહીં એમ કરવું જરૂરી નથી લાગતું. હા,ડમડમબાબા એ બ્લોગલેખકના અસ્તિત્વનો જ એક ભાગ છે.
આભાર.
નટરાણી એમ્ફીથીઅટર – અમદાવાદ

Natrani Amphitheater – Ahmedabad

(Monday, 3 November 2014 at 01:40pm)
મલ્ટીપ્લેક્સ થીઅટરમાં ફિલ્મ જોતી વખતે ન સંભળાય…
એમ.જે. લાઇબ્રરિ, ગુજરાતી સાહિત્ય પરિષદ કે ગુજરાત વિદ્યાપીઠના પુસ્તકાલયમાં છાપું, મેગેઝિન કે પુસ્તક વાંચતી વખતે ન સંભળાય…
ટાઉન હૉલ, જયશંકર સુંદરી હૉલ કે ટાગોર હૉલમાં નાટક જોતી વખતે ન સંભળાય…
પરંતુ…ઉસમાનપુરાઅમદાવાદ સ્થિત નટરાણી એમ્ફીથીઅટરમાં કોઈ પણ કાર્યક્રમ જોતી વખતે માલિક સંચાલક ડૉ. મલ્લિકા સારાભાઈના તેમજ અડોશ-પડોશના પાળેલા કૂતરાઓના ભસવાના અવાજ અચૂક સંભળાય…
અમદાવાદનો ઇતિહાસ રજૂ કરતી રંગમંચ શ્રેણી કડક બાદશાહીમાં રજૂઆત પામી નથી તેવી જબ કુત્તે પે સસ્સા આયાસિવાયની સાચુકલી વાત…
* * * * * * *


(
Wednesday, 5 November 2014 at 11:25am)
આમ આદમી પાર્ટીએક એવો રાજકીય પરપોટો હતો જેને ટેકેદારો ગત વર્ષે દિલ્હીની વીજળી વગરની ગરમીમાં બરફનો ગાંગડો બનાવવા નીકળ્યા હતા. એ નિષ્ફળતા પરથી બોધપાઠ લઇને હવે આ વર્ષે એ કસરત શિયાળામાં પુનઃ પ્રારંભ પામશે.
* * * * * * *

(
Friday, 7 November 2014 at 02:10pm)
કો-ઑપરેટિવ બેન્કની જેમ કાળા નાણાનું ખાતું પણ ઝીરો બૅલન્સથી ઑપરેટ થઈ શકે એવી ખબર સાલી મને આજે જ પડી.
નોંધ : ઉપરોક્ત વિધાન સાલીશબ્દના ઉપયોગ વગર લખી શકાય એમ જ નહોતું. એટલા પૂરતો મને માફ કરવા વિનંતી.
* * * * * * *

(
Tuesday, 11 November 2014 at 11:15am)
વિમાનની ટક્કરનો ભોગ બનેલી ભેંસએ પોતાને થયેલી ઇજાની કળ વળ્યા પછી સુરત શહેર પોલીસ સમક્ષ આજે પાઇલટ વિરૂદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે…
હિટ એન્ડ ફ્લાયની…
* * * * * * *

(
Friday, 14 November 2014 at 09:00pm)
ભૂખ્યા પેટે ભજન ન થાય…
હા, ડાયબીટિઝનો ટેસ્ટ થઈ શકે…ફાસ્ટિંગ શુગર…
આજે 14 નવેમ્બર વિશ્વ ડાયબીટિઝ દિવસ…
* * * * * * *

(
Wednesday, 19 November 2014 at 01:50pm)
કાયમ લેંઘો પહેરીને ફરતો જણ એક સવારે પેન્ટ પહેરીને સન્મુખ થાય ત્યારે ઝટ ઓળખાતો નથી.
* * * * * * *
બાંકડાનો ‘લીલો’ રંગ

(
Saturday, 22 November 2014 at 05:05pm)
બગીચામાં કે જાહેર સ્થળે બેસવાના બાંકડાને કોઈ પણ કલર કરોતેના પર બેસનારને ચેતવવા માટે તો છેવટે લીલોશબ્દ જ કામમાં આવે છે…
બાંકડાનો રંગ લીલો છે, બેસતા પહેલા ચકાસી લેશો.
* * * * * * *

(
Monday, 24 November 2014 at 07:20am)
મગફળીમાંથી બનતા સીંગતેલનો જ્યારે સીંગભુજિયાની પ્રક્રિયા દરમિયાન મગફળી સાથે પુનઃ સંપર્ક થાય છે ત્યારે તેને માને મળ્યા જેટલો આનંદ થાય છે.
* * * * * * *
કોટી કોટી વંદન

(
Wednesday, 26 November 2014 at 07:40am)
ધાર્મિક કે અન્ય કોઈ પણ કારણસર આપણે કોટી કોટી વંદનશું કામ કરીએ છીએ?
શર્ટ, ટી-શર્ટ, સફારી શર્ટ, ઝભ્ભા કે બંડીનો કોટીના મુકાબલે કોઈ વાંક-ગુનો છે ખરો?
* * * * * * *
વરરાજાની ગાર્ડન કાર

(Saturday, 29 November 2014 at 03:00pm)
સી.એ. સાહેબબગીચો મૂવેબલ પ્રૉપર્ટીમાં આવે કે ઇમમૂવેબલ પ્રૉપર્ટીમાં?”
ઘરનો બગીચો હોય તો ઇમમૂવેબલમાં અને વરરાજાની ગાડીને ફૂલોથી વધુ પડતી શણગારી હોય તો એ મૂવેબલ પ્રૉપર્ટી ગણાય. ઇઝ ધેટ ક્લિઅર?”
ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ સાથે ડમડમબાબાની ડાયલૉગ સિરીઝ…..
ગયા મહિને અહીં મુકેલી ઑક્ટોબર – 2014ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક આ રહી –
….. તેમજ ગત વર્ષોમાં અહીં મુકેલી નવેમ્બર – 2011, નવેમ્બર – 2012 તેમજ નવેમ્બર 2013ના પ્રોફાઇલ સ્ટેટસની પોસ્ટ લિંક અનુક્રમે આ રહી –

http://www.binitmodi.blogspot.in/2012/12/2011.html

(સંબંધિત તસવીરો અને ઇમિજસ : નેટ પરથી)