પાટલૂન વેચવા પાણીનો વેડફાટ

તસવીર પ્રતિકાત્મક છે, પાણી નહીં ચોમાસાની ઋતુ છે. જમાનો ડિજિટલ બન્યો અને સ્માર્ટફોન આવ્યો તેના દાયકા અગાઉથી હું ડાયરી વાપરતો આવ્યો છું. આજે પણ કેટલાક કામ, પ્રસંગો કે ભાવિ યાદગીરી નિમિત્તની યાદી માટે ડાયરીનો જ ઉપયોગ કરું છું. મોટેભાગે એમ બનતું આવ્યું છે કે દસમી જૂનની આસપાસના તારીખ-વારના પાને મારે નોંધ કરવાની આવે કે ‘અમદાવાદમાં આજે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ’. જૂની ડાયરીઓના...