તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017 “બીજો માળ, બાવીસ નંબર…તારક મહેતાને ત્યાં…”…આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું. “ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી. *     *     *     *     *     *     * 2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને...