હસુકાકી : પરિચય પાંચ વર્ષનો, હેત આજીવન

હસિતા હસમુખ શાહ / Hasita Hasmukh Shah [22 ફેબ્રુઆરી 1927 થી 11 એપ્રિલ 2017] ગોધરા (પંચમહાલ, ગુજરાત) થી લાન્સિંગ (મિશિગન, અમેરિકા) હસુકાકીને મારી પાંચ – છ વર્ષની ઉંમરે 1976માં પહેલીવાર મણિનગર – અમદાવાદની ગંગેશ્વર સોસાયટીમાં જોયા હતા અને છેલ્લીવાર મળવાનું થયું 2006માં એ શહેર પણ અમદાવાદ / Ahmedabad. આ સમયગાળો આમ તો ત્રીસ વર્ષનો છે પણ તેમના પરિચયનો આલેખ મારે પાંચેક વર્ષનો જ આપવાનો થાય છે. સગપણમાં મારા મોટાકાકી થતા અને...


ફોઇનું નામ – વસુમતી : સરનામું – સાબરમતી

વસુમતી નવીનચન્દ્ર શાહ / Vasumati Navinchandra Shah 31-08-1937થી 01-12-2015 ગોધરામાં જન્મેલા, સ્કૂલે ગયેલા, પૂનામાં કૉલેજ ભણેલા વસુફોઈ લગ્ન કર્યાના બીજા દિવસથી અમદાવાદના સાબરમતીમાં રહેવા આવી ગયા હતા. એમ તો એ નવા વાડજમાં પણ રહ્યા અને ઇઠ્યોતેર વર્ષની ઉંમરે વસ્ત્રાપુરના ઘરમાં અવસાન પામ્યા ત્યારે ત્રણ દીકરીઓ અને એક દીકરાનો પરિવાર સાથે હતો. ચાર સંતાનોની માતા એવા ફોઇએ પાંચ બાળકોને લાડ-પાન લડાવ્યા, જીદ – માગણી...


ચંપા અરવિંદલાલ શાહ ઉર્ફે ચંપા સાકરલાલ મોદી ઉર્ફે ચંપાફોઈ રાણીપવાળા...

ચંપા અરવિંદલાલ શાહ / Champa ArvindLal Shah 04-08-1931થી 18-03-2016 મારે બે ચંપાફોઈ છે. એક તે પપ્પાના સગા બહેન (ચંપાબહેન કંચનલાલ પરીખ) જેઓ હાલ અમેરિકામાં વસે છે. બીજા તે પપ્પાના પાલીમાસીની દીકરી બહેન એમ એ સગપણથી થતા ચંપાફોઈ. વતન ગોધરાના કાજીવાડા (આજે શ્રીજીવાડા તરીકે ઓળખાતું ફળિયું)માં સાથે જ રહેલી, ઉછરેલી, ભણેલી બન્ને માસિયાઈ બહેનો વચ્ચે બહેનપણાનું પ્રમાણ વધુ હતું. કાળક્રમે આમ તો બન્ને ચંપાફોઈ...


સુમતિફોઈ : પપ્પાની પાંચમી બહેન

સુમતિ હરવદન શાહ / Sumati Harvadan Shah 13-03-1934થી 13-12-2014 સુમતિ સાકરલાલ મોદી ઉર્ફે સુમતિ હરવદન શાહ – સગપણમાં પપ્પાના માસી (પાર્વતી સાકરલાલ મોદી)ના દીકરી અને એ નાતે મારા ફોઈ થાય. સગી ચાર બહેનો (સ્વ. મધુકાન્તાબહેન, સ્વ. જસુબહેન, ચંપાબહેન અને વસુબહેન) ઉપરાંત પપ્પા પર સૌથી વધુ જો કોઈ હેત વરસાવનારું હોય તો તે આ સુમતિફોઈ / Sumati Harvadan Shah. વતન ગોધરામાં જન્મેલા (જન્મ તારીખ : 13 માર્ચ 1934) અને જન્મારો કાઢેલા આ ફોઈએ અને...


વિનોદ સાકરલાલ મોદી : ભણતર-ગણતર ગોધરામાં, કર્મભૂમિ કલ્યાણ અને વિદાય વડોદરામાં

વિનોદ સાકરલાલ મોદી / Vinod Sakerlal Mody 01-04-1936થી 02-02-2014 નિવૃત્તિ પછીનો આંશિક સમય અમેરિકામાં બે પુત્રોના પરિવાર સાથે ગાળનાર વિનોદકાકાનું રવિવાર 2 ફેબ્રુઆરી 2014ની સવારે 78 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું. નાનો પુત્ર અર્પિત અમેરિકાથી આવી પહોંચતા મંગળવાર 4 ફેબ્રુઆરીની સવારે વતન ગોધરામાં પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી. સગપણમાં વિનોદકાકા / Vinod Sakerlal Mody મારા પિતા...


નીતા અનિલ પરીખ : મારી બહેન, પરિવારનું ‘પાવર હાઉસ’

મામાના હાથે કન્યાવિદાય : 6 ડિસેમ્બર 1988 કન્યાવિદાય પ્રસંગનો આ મારો ખૂબ ગમતો ફોટો છે. મેં પાડ્યો છે એ કારણ તો ખરું જ. એ સિવાયનું કોઈ કારણ…ના…એ પાછળ એક કથા છે. જેની શરૂઆત આ રીતે થઈ  હતી… “ચાલને હોલ પર શું તૈયારીઓ થાય છે તે જોતા આવીએ.” ઘર-પરિવારમાં શુભ પ્રસંગે આવો ડાયલૉગ થવો સ્વાભાવિક છે. મોટેભાગે પરિવારના પુરુષ સભ્યો એકમેક સાથે આ પ્રકારનો સંવાદ કરતા હોય છે. મારી સાથે પણ થયો. પણ એ...


પપ્પા વિનાનું પહેલું વર્ષ

પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful Mahasukhlal Modi 22-10-1940થી 23-10-2012 સાઇકલ શીખવાની ઉંમરે તે ચલાવવાનું આવડી જાય એ જ એક માત્ર લક્ષ્ય હોય. મારા માટે એ ઉંમર નવ-દસ વર્ષની વચ્ચે ખેડા જિલ્લાના ઠાસરા ગામે (યાત્રાધામ ડાકોરથી / Dakor નજીકનું ગામ) રહેતો ત્યારે આવી ગઈ હતી. અડધો કલાકના આઠ આના લેખે સાઇકલ ભાડે મળે. પૂરા દિવસ માટે પણ ભાડે મળે. જો કે એવી જરૂર ન પડે. મોટેભાગે શનિ-રવિની રજાના દિવસમાં પપ્પા સાઇકલ ભાડે અપાવવાનો...


સુરેન્દ્ર સાકરલાલ મોદી : વિદેશમાં વિદાય પામનારા પહેલા પરિવારજન

સુરેન્દ્ર સાકરલાલ મોદી / Surendra Sakerlal Mody 03-12-1927થી 26-07-2013 અમેરિકામાં બે દીકરીઓ અને બે પુત્રોના હર્યા-ભર્યા પરિવાર સાથે બે દાયકાથી વસવાટ કરતા સુરેન્દ્રકાકાનું મિશિગન સ્ટેટના લાન્સિંગ શહેરમાં શુક્રવાર 26 જુલાઈ 2013ની નમતી બપોરે 86 વર્ષની વયે અવસાન થયું. 3 ડિસેમ્બર 1927ના રોજ ગોધરા (પંચમહાલ જિલ્લો)માં જન્મેલા તેઓ છ ભાઈઓમાં સૌથી મોટા અને પાંચ બહેનો સાથેના પરિવારમાં ત્રીજા નંબરે હતા....


મારી દલિત ચેતના

આયખું વીતે પણ સાવરણો ન છૂટે દલિત સમસ્યાઓ કે દલિતોના પ્રશ્નો / Dalit Issues થોડા ઘણા પણ સમજ્યો છું એવો દાવો તો ઠીક, સીધું – સાદું એવા મતલબનું એક સ્ટેટમેન્ટ પણ હું ફટકારી શકું તેમ નથી. તેમ છતાં આ સમસ્યા સાથેનો મારો નાતો કંઈક આવો છે. જ્યાં જન્મ્યો તે ગોધરા / Godhra ગામ તો મમ્મી – પપ્પાની સાથે એક વર્ષની ઉંમરે છોડ્યું તે પછી આજ ચાલીસનો થયો છતાં વતનમાં કદી સળંગ પંદર દિવસ – પખવાડિયું રહેવાનું થયું...


મારો પણ એક બ્લોગ હોય.....

ગુજરાતી ટાઈપ કરતાં આવડતું હોય એવા મોટા ભાગનાઓને આવી ઈચ્છા થતી હોય તો લેખનના ક્ષેત્રમાં હોય એવા કયા જણને એ ન હોય? અને છતાંય કોઈ એમ કહે કે ‘ના, આવી ઇચ્છા નથી.’ તો? તો સમજવું કે એ જૂઠ્ઠું બોલે છે. પણ કેમ ખબર પડે કે એ જુઠ્ઠું બોલે છે? એની ખરાઈ શી રીતે કરવી? જૂઠાણું પકડી પાડતા લાઈ ડિટેક્ટર મશીનો/ lie detector machines ખૂબ જ મોંઘા આવે છે. લાઈ ડિટેક્ટર? બહુ મોંઘા પડે!  મારા – તમારા જેવા સામાન્ય માણસ માટે...