સો શ્રોતાઓ સારુ ચાર વક્તાઓ : જાહેરજીવનના મશાલચી ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુની શતાબ્દી સ્મૃતિ નિમિત્તે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમનો અહેવાલ (કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ / http://binitmodi.blogspot.in/2016/08/blog-post_13.html) વાંચ્યા પછી તે નિમિત્તે થયેલા ચાર વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોએ આપેલા વક્તવ્યોનો આ સાર માત્ર છે જેમાં બહુમતી વાતોનો સમાવેશ...


કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru 23 જૂન 1916થી 15 મે 1979 વીસમી સદીના અમદાવાદ તેમજ ગુજરાતની વકીલ આલમના જાણીતા-ચર્ચિત ચહેરા ચંદ્રકાન્ત દરુના / Chandrakant Daru શતાબ્દી વર્ષની ઉજવણી મોટા પાયે કરવી જોઇએ તેવો તેમના સાથીદારોનો દ્રઢ ખ્યાલ છે. વિચારને અમલમાં મુકવા ‘ચંદ્રકાન્ત દરુ સ્મારક ટ્રસ્ટ’ અંતર્ગત ‘ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણી સમિતિ’ની રચના કરવામાં આવી. બન્નેના અધ્યક્ષ અનુક્રમે પ્રકાશ ન. શાહ / Prakash N. Shah...


પાટલૂન વેચવા પાણીનો વેડફાટ

તસવીર પ્રતિકાત્મક છે, પાણી નહીં ચોમાસાની ઋતુ છે. જમાનો ડિજિટલ બન્યો અને સ્માર્ટફોન આવ્યો તેના દાયકા અગાઉથી હું ડાયરી વાપરતો આવ્યો છું. આજે પણ કેટલાક કામ, પ્રસંગો કે ભાવિ યાદગીરી નિમિત્તની યાદી માટે ડાયરીનો જ ઉપયોગ કરું છું. મોટેભાગે એમ બનતું આવ્યું છે કે દસમી જૂનની આસપાસના તારીખ-વારના પાને મારે નોંધ કરવાની આવે કે ‘અમદાવાદમાં આજે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ’. જૂની ડાયરીઓના...


કૂતરાનું કમોત અને અગિયારસનો ઉપવાસ

વાહનોની નાત-જાત અને સંખ્યામાં એવો ઉછાળો આવ્યો છે કે થોડા વર્ષો વીતવા સાથે કોઈના મૃત્યુના સમાચાર મળશે તો સામે પૂછવું પડશે કે ‘માંદગીથી થયું કે મોટરકારથી થયું?’ અમદાવાદના વસ્ત્રાપુર / Vastrapur, Ahmedabad વિસ્તારમાં જ્યાં રહું છું ત્યાં મારી નજર સામે જ મૃત્યુની એક ઘટના ઘટી. અરેરાટી વ્યાપી ગઈ. કોઈ માણસનું નહીં પણ કુતરાનું મોત થયું હતું. તોય અરેરાટી વ્યાપી તેના કારણો સહેજ જુદા હતા. વાત જાણે એમ...


અમદાવાદની આજકાલ : પાળેલા કૂતરા અને પોદળાએ આપેલી પીડા

મંજુલાબહેન શાહ / Manjulaben Shah ફોટામાં દેખાતા મંજુલાબહેન શાહ / Manjulaben Shah મારા પડોશી છે અને એ કારણે જ તેમની વાત…ખરેખર તો પીડા અહીં બ્લોગપોસ્ટ તરીકે સ્થાન પામી છે. નહીં તો આવી વાતો ઝટ ધ્યાને નથી ચઢતી. વાંચનાર માટે મંજુલાબહેન પણ હું ક્યાંક તેમનો ઉલ્લેખ ‘મંજુલામાસી’ના નામે કરીશ એટલી રજા લઇને આગળ વધુ. તો વાત જાણે એમ છે કે…રોજ સવારે મહાદેવના દર્શને જવાનો નિત્યક્રમ રાખતા મંજુલાબહેન...


‘આમ આદમી’ની સ્વમાન જાળવવાની લડાઈ

અમદાવાદ / Ahmedabad જેવા શહેરોમાં રવિવારની સવાર પણ હવે રોજ જેવી જ ઉગે છે. સોમવારની સવારથી શનિવાર સુધી રોજ કામ-ધંધે વળગવા દોડધામ કરતા લોકો રજાના દિવસે પલાંઠી વાળીને બેસવાને બદલે હરવા-ફરવા માટે દોડધામ કરતા નજરે પડે છે. એમાં હરવા-ફરવાને બદલે હડિયાપાટી કરતા હોય એવું વધારે લાગે. એમ કરવામાં ક્યારેક વિવેકભાન પણ ચૂકી જાય. બીજી માર્ચના રવિવારની સવારે આમ જ થયું. આમિર ખાનના બહુચર્ચિત ટી.વી. શૉ...


ધરમકાંટો : સોના – ચાંદીના વેપારમાં વિશ્વાસનું પ્રતીક

પરદેશથી આવતા પ્રવાસીઓ જેને ‘વોલ્ડ સિટી’ / Walled City, Ahmedabad તરીકે ઓળખે છે તે જૂના અમદાવાદનો માણેકચોક વિસ્તાર નાની-મોટી અનેક દુકાનોથી ભરચક છે. એ બધાની વચ્ચે અહીં પથરાયેલા ચાર પ્રકારના બજારનું વિશેષ મહત્વ છે. એક – રતનપોળનું કાપડ અને સોના-ચાંદી બજાર, બીજું – ફર્નાન્ડિઝ બ્રીજ નીચેનું નવા-જૂના શૈક્ષણિક પુસ્તકોનું બજાર, ત્રીજું – ઘરવપરાશનાં ઇલેક્ટ્રિક સાધનોનું બજાર અને ચોથું – રોજ રાત્રે...


વાત ભૂલી ના ભુલાય : આતશબાજી વચ્ચે ઉછરતું નવજાત શિશુ

મૂળમાં સ્વભાવગત લક્ષણો અને તેમાં ભળેલા પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન) અને ભાષાંતર કરવાના વ્યવસાયી કામને કારણે રોજિંદી રખડપટ્ટી કે રોજેરોજ નવી વ્યક્તિઓના સંપર્કમાં આવવું તે સામાન્ય બની ગયું છે. જાત-ભાતની ઘટનાઓ અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાનો આવે. એ સિવાય ‘ડાફોળિયા મારવા’ નામની બાયપ્રોડક્ટ પણ ખરી. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા – જાણવા...


ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી : પરિણામની પ્રેસનોટ

ગુજરાતી સાહિત્ય પરિષદની મતદાન પેટી અમદાવાદમાં આશ્રમ રોડ પર અંગ્રેજી દૈનિક ટાઇમ્સ ઑફ ઇન્ડિયાની / The Times of India ઑફિસ પાછળ સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટની / Sabarmati Riverfront પડોશમાં આવેલું ગુજરાતી સાહિત્ય પરિષદ ભવન / Gujarati Sahitya Parishad હવે પાંચમાં પુછાતું થયું છે. એમાં તેના સાહિત્યક્ષેત્ર પ્રદાન કરતાં રામનારાયણ વિ. પાઠક સભાગૃહનો ફાળો વિશેષ છે. કારણ કે રિનોવેશન ઉર્ફે નવીનીકરણ પામ્યા પછી તેનો...


તસવીર ભૂલી ના ભુલાય : કૉંગ્રેસ કાર્યાલય અને કૂતરો

ફોટોગ્રાફી મારો મૂળ શોખ છે. એ મૂળમાં ભળેલા સ્વભાવગત લક્ષણો અને પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન)ના વ્યવસાયી કામને કારણે રખડપટ્ટી રોજિંદી બાબત બની ગઈ છે. હરતાંફરતાં કૅમેરા સાથે કામ પાર પાડતો રહ્યો છું. એમ કરતા જે તસવીરો લીધી તેને અહીં ‘હરતાંફરતાં’ પર રજૂ કરવાની નેમ છે. એવી તસવીરો કે જેની આગળ-પાછળની ઘટના વિશે મારે કંઈ કહેવાનું હોય. એ સિવાય આને તમે મારી...


વાત ભૂલી ના ભુલાય : શુકનના સવા રૂપિયાની શોધ

મૂળમાં સ્વભાવગત લક્ષણો અને તેમાં ભળેલા પત્રકારત્વ, પ્રચાર સામગ્રી લેખન (કોપીરાઇટીંગ – વ્યવસાયી લેખન) અને ભાષાંતર કરવાના વ્યવસાયી કામને કારણે રોજિંદી રખડપટ્ટી કે રોજેરોજ નવી વ્યક્તિઓના સંપર્કમાં આવવું તે સામાન્ય બની ગયું છે. જાત-ભાતની ઘટનાઓ અને પરિસ્થિતિ સાથે પનારો પાડવાનો આવે. એ સિવાય ‘ડાફોળિયા મારવા’ નામની બાયપ્રોડક્ટ પણ ખરી. એ બાયપ્રોડક્ટને કારણે જે કંઈ જોવા – જાણવા...


પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ

‘નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ ‘નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે ‘પાપી પેટને ખાતર!’…અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે ‘દાળ-રોટી ભેગા થવા.’ હવે આ ‘પાપી પેટ’ કે ‘દાળ-રોટી’નો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી...


મારી દલિત ચેતના

આયખું વીતે પણ સાવરણો ન છૂટે દલિત સમસ્યાઓ કે દલિતોના પ્રશ્નો / Dalit Issues થોડા ઘણા પણ સમજ્યો છું એવો દાવો તો ઠીક, સીધું – સાદું એવા મતલબનું એક સ્ટેટમેન્ટ પણ હું ફટકારી શકું તેમ નથી. તેમ છતાં આ સમસ્યા સાથેનો મારો નાતો કંઈક આવો છે. જ્યાં જન્મ્યો તે ગોધરા / Godhra ગામ તો મમ્મી – પપ્પાની સાથે એક વર્ષની ઉંમરે છોડ્યું તે પછી આજ ચાલીસનો થયો છતાં વતનમાં કદી સળંગ પંદર દિવસ – પખવાડિયું રહેવાનું થયું...


તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા અને અસિત વોરા – નાગરિક સન્માન વેળાએ ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા...


પ્રાણલાલ પટેલ : વિશિષ્ટ તારીખોના ડબલ વિટ્નેસ

‘11 – 11 – 11, 12 – 12 – 12 : આંકડાની માયાજાળ જેવી તારીખો આગામી સો વર્ષ સુધી જોવા નહીં મળે’ – છાપાં કે માધ્યમોને આવા મથાળાં બાંધવા બહુ ગમે. લો બોલો જાણે શું ય નવી નવાઈની વાત કહી દીધી. આવી તારીખો માટે જ્યોતિષશાસ્ત્રથી લઈને જન્મકુંડળી સુધીની ચર્ચાઓ ચાલે છે. મને બરાબર યાદ છે કે ગઈ સદીમાં આવું 8 – 8 – 88 અને 9 – 9 – 99 જેવી તારીખો માટે ચલાવાયું હતું. મને ખાતરી છે કે 7 – 7 – 77 કે એ અગાઉની તારીખો માટે આવા તિકડમો...


અમદાવાદની ગઈકાલ : પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન!...અને આજકાલની ‘પડદાપ્રથા’!

‘સોળે સાન અને વીસે વાન’ – ગુજરાતી કહેવત છે. ઝાઝી સમજણ પણ આપવી પડે તેમ નથી. સાન-ભાન આવવાનું હોય તો સોળમે વર્ષે આવી જાય અને વાન (શરીરના રંગ-રૂપ)માં કોઈ ફેરફાર થવાનો હોય તો ઉંમરના વીસમા વર્ષ સુધીમાં થઈ જાય. ઓ.કે. નાગરિક તરીકે મારું – તમારું – આપણું ઘડતર થવાનું હોય તો કેટલા વર્ષોમાં થઈ જવું જોઇએ એવો પ્રશ્ન આ કહેવતની રૂએ મારા મનમાં ઉદભવ્યો છે. આવી કોઈ ત્રિરાશી હોતી નથી પણ આજે માંડીએ. દિલ્હી...


પ્રફુલ દવે : ફેસબુક ફ્રેન્ડ બન્યા પહેલા.....

તેમણે ગાયેલા ગુજરાતી ગીતો અને તેમની ગાયકીના વખાણ – બન્ને લગોલગ સાંભળવાનું-વાંચવાનું થયું હતું. 1990ની આસપાસ અમદાવાદના / Ahmedabad નારણપુરા વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેમને ગરબા ગાતા – ગવડાવતા સાંભળવા-જોવા એ એક લહાવો ગણાતું. નારણપુરા – ઉસ્માનપુરાના જંક્શન પર આવેલી પંચશીલ સોસાયટીમાં તેઓ નવરાત્રી દરમિયાન એક જ રાત ફાળવીને ગરબા ગવડાવવા આવતા ત્યારે તેમને સાંભળવા લોકો ટોળે વળતાં. ...


કે.લાલ : અલવિદા લીધી..... ના...ના...છૂમંતર થઈ ગયા.....

કે.લાલ (કાન્તિલાલ ગીરધરલાલ વોરા)01-01-1924થી 23-09-2012 ‘જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું.’ “ટાઇપ, જોડણી બધું બરાબર છે?”…“હા, બરાબર છે.” “અરે શું બરાબર છે? આવું તે કંઈ લખાતું હશે?”…“હા, પપ્પા આવું તો ના જ લખાય.”…“હા, હા, પપ્પાજી આવું તો ના જ લખાય. અબઘડી છેકી નાંખો.” શબ્દોમાં ફેરફાર હશે પરંતુ વાતચીતના અર્થમાં કોઈ ફેરફાર નથી. આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ઉપર લખ્યો તે ડાયલૉગ મારી સામે થતો હતો....


પથ્થરના શિલ્પ નહીં, માનવીના જીવનના ઘાટ ઘડવા છે : કાન્તિભાઈ પટેલ

શિલ્પકાર કાન્તિભાઈ પટેલ “દાદા તમારા વિશે લખવું છે.” “અત્યાર સુધી ઘણાએ મારા વિશે લખ્યું છે. છાપાંમાંય બહુ આવી ગયું. બાકી હતું તે આ તમે જ્યાં બેઠા છો એ ‘શિલ્પભવન’ની જગ્યાનો મામલો સત્તાવાળાઓએ લેવા-દેવા વિના છાપે ચઢાવી દીધો. તમે હવે નવું શું લખશો? હું હવે ત્યાગીની ભૂમિકામાં આવી ગયો છું. મારા બનાવેલા શિલ્પો પાછળ પણ છેલ્લા થોડા વર્ષોથી મેં મારું નામ કોતરવાનું બંધ કર્યું છે.” “હા,...


વર્ગીસ કુરિયન : આપનો ફોટો પાડવો એ ‘મારું સ્વપ્ન’

ડૉ. વર્ગીસ કુરિયન : 26-11-1921થી 09-09-2012  પુસ્તક લોકાર્પણ – વિમોચન કાર્યક્રમની તસવીરો અવસર-સમય મળ્યે લેતો હોઉં છું. પોસ્ટ સાથેની આ તસવીરો એવા જ એક કાર્યક્રમની છે જે 2006ના વર્ષમાં અમદાવાદમાં યોજાયો હતો. મારા માટે એ અવસર હતો. એવો અવસર જેને મેં કેમેરો હાથમાં લીધો હોય તેના પહેલા દિવસથી ઝંખ્યો હોય. કેમ? થોડું બેકગ્રાઉન્ડ જાણવું અને ફ્લેશબેકમાં જવું જરૂરી છે. સ્કૂલના બારમાંથી પાંચ ઘોરણ...