તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017 “બીજો માળ, બાવીસ નંબર…તારક મહેતાને ત્યાં…”…આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું. “ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી. *     *     *     *     *     *     * 2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને...


તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા અને અસિત વોરા – નાગરિક સન્માન વેળાએ ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા...