લાડુના ધંધામાં લિસ્ટેડ કંપની અને ‘જિઓ’ વગાડે મૃત્યુઘંટ

ગણેશ મહોત્સવ, વસ્ત્રાપુર, અમદાવાદ : વર્ષ 2006 ગણેશજીની આરાધનાના દિવસોનો આજથી આરંભ થાય છે. જાહેર સ્થળો પર ગણેશજીની સ્થાપનાનો સંકલ્પ લેનારા નાના-મોટા મંડળો તેમની પસંદગી – ઑર્ડર પ્રમાણે મૂર્તિ બનાવાઈ રહી છે કે કેમ તેની પાછલા કેટલાક દિવસોથી દેખરેખ રાખી રહ્યા હતા. ઘર-પરિવાર વચ્ચે સ્થાપનાનો સંકલ્પ લેનારા મૂર્તિ ખરીદીની પસંદગી પ્રક્રિયામાં છેલ્લા દિવસ સુધી વ્યસ્ત રહ્યા. પ્લાસ્ટર...


પાટીદાર તાયફો ઉર્ફે આંદોલન : મેદાનને સાચી ઓળખ મળી, અનામતનું અચોક્કસ હતું – છે અને રહેશે

પાટીદાર અનામત તાયફો : ગુજરાત યુનિવર્સિટી મેદાન, અમદાવાદ ગુજરાતના પાટીદારોના એકવીસમી સદીના બ્રાન્ડ ન્યૂ આગેવાનોએ અનામતના નામે શરૂ કરેલા તાયફાને એક વર્ષ પૂરું થયું. અનામતની ગેરબંધારણીય માગણી સાથે મહેસાણાથી શરૂ થયેલા તાયફાને આંદોલન ગણવું મારા માટે અને કદાચ તમારા માટે પણ મુશ્કેલ છે તેમ હું માની લઉં છું. અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં જીએમડીસી ગ્રાઉન્ડ / GMDC Ground, Ahmedabad...


પાટલૂન વેચવા પાણીનો વેડફાટ

તસવીર પ્રતિકાત્મક છે, પાણી નહીં ચોમાસાની ઋતુ છે. જમાનો ડિજિટલ બન્યો અને સ્માર્ટફોન આવ્યો તેના દાયકા અગાઉથી હું ડાયરી વાપરતો આવ્યો છું. આજે પણ કેટલાક કામ, પ્રસંગો કે ભાવિ યાદગીરી નિમિત્તની યાદી માટે ડાયરીનો જ ઉપયોગ કરું છું. મોટેભાગે એમ બનતું આવ્યું છે કે દસમી જૂનની આસપાસના તારીખ-વારના પાને મારે નોંધ કરવાની આવે કે ‘અમદાવાદમાં આજે સિઝનનો પહેલો ધોધમાર વરસાદ’. જૂની ડાયરીઓના...


‘આમ આદમી’ની સ્વમાન જાળવવાની લડાઈ

અમદાવાદ / Ahmedabad જેવા શહેરોમાં રવિવારની સવાર પણ હવે રોજ જેવી જ ઉગે છે. સોમવારની સવારથી શનિવાર સુધી રોજ કામ-ધંધે વળગવા દોડધામ કરતા લોકો રજાના દિવસે પલાંઠી વાળીને બેસવાને બદલે હરવા-ફરવા માટે દોડધામ કરતા નજરે પડે છે. એમાં હરવા-ફરવાને બદલે હડિયાપાટી કરતા હોય એવું વધારે લાગે. એમ કરવામાં ક્યારેક વિવેકભાન પણ ચૂકી જાય. બીજી માર્ચના રવિવારની સવારે આમ જ થયું. આમિર ખાનના બહુચર્ચિત ટી.વી. શૉ...


પાયખાનું પખાળવા પંદરસો કિલોમીટરનો પ્રવાસ

‘નોકરી – ધંધો કેમ ચાલે છે?’ એવું કોઈપણને પૂછી શકાય પણ ‘નોકરી કેમ કરો છો?’ એવું કોઈને પૂછી શકાતું નથી. એવી પૂછપરછ કરવામાં અનેક પ્રકારની મર્યાદાઓ આડી આવે. એને વળોટીને – નેવે મૂકીને પૂછીએ તો તળપદી ભાષામાં જવાબ મળે કે ‘પાપી પેટને ખાતર!’…અને સુધરેલી ભાષામાં જવાબ મળે કે ‘દાળ-રોટી ભેગા થવા.’ હવે આ ‘પાપી પેટ’ કે ‘દાળ-રોટી’નો સમૂળગો છેદ જ ઉડી જાય તેવી કોઈ નોકરી (?) હોય ખરી? ના જ હોય ને. તમારી...


મારી દલિત ચેતના

આયખું વીતે પણ સાવરણો ન છૂટે દલિત સમસ્યાઓ કે દલિતોના પ્રશ્નો / Dalit Issues થોડા ઘણા પણ સમજ્યો છું એવો દાવો તો ઠીક, સીધું – સાદું એવા મતલબનું એક સ્ટેટમેન્ટ પણ હું ફટકારી શકું તેમ નથી. તેમ છતાં આ સમસ્યા સાથેનો મારો નાતો કંઈક આવો છે. જ્યાં જન્મ્યો તે ગોધરા / Godhra ગામ તો મમ્મી – પપ્પાની સાથે એક વર્ષની ઉંમરે છોડ્યું તે પછી આજ ચાલીસનો થયો છતાં વતનમાં કદી સળંગ પંદર દિવસ – પખવાડિયું રહેવાનું થયું...


અમદાવાદની ગઈકાલ : પેન્ટ વેચવા પેન્ટીનું પ્રદર્શન!...અને આજકાલની ‘પડદાપ્રથા’!

‘સોળે સાન અને વીસે વાન’ – ગુજરાતી કહેવત છે. ઝાઝી સમજણ પણ આપવી પડે તેમ નથી. સાન-ભાન આવવાનું હોય તો સોળમે વર્ષે આવી જાય અને વાન (શરીરના રંગ-રૂપ)માં કોઈ ફેરફાર થવાનો હોય તો ઉંમરના વીસમા વર્ષ સુધીમાં થઈ જાય. ઓ.કે. નાગરિક તરીકે મારું – તમારું – આપણું ઘડતર થવાનું હોય તો કેટલા વર્ષોમાં થઈ જવું જોઇએ એવો પ્રશ્ન આ કહેવતની રૂએ મારા મનમાં ઉદભવ્યો છે. આવી કોઈ ત્રિરાશી હોતી નથી પણ આજે માંડીએ. દિલ્હી...