સો શ્રોતાઓ સારુ ચાર વક્તાઓ : જાહેરજીવનના મશાલચી ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુની શતાબ્દી સ્મૃતિ નિમિત્તે શનિવાર, 16 જુલાઈ 2016ની સવારે અમદાવાદમાં આયોજિત કાર્યક્રમનો અહેવાલ (કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ / http://binitmodi.blogspot.in/2016/08/blog-post_13.html) વાંચ્યા પછી તે નિમિત્તે થયેલા ચાર વક્તવ્યો વિશે પણ મારે ચાર શબ્દો પાડવા જોઇએ. તેને હું મારી નૈતિક ફરજ સમજું છું. જે-તે મહાનુભાવોએ આપેલા વક્તવ્યોનો આ સાર માત્ર છે જેમાં બહુમતી વાતોનો સમાવેશ...


કટોકટીના કાયદાકીય લડવૈયા ચંદ્રકાન્ત દરુનું શતાબ્દી સ્મરણ

ચંદ્રકાન્ત દરુ / Chandrakant Daru 23 જૂન 1916થી 15 મે 1979 વીસમી સદીના અમદાવાદ તેમજ ગુજરાતની વકીલ આલમના જાણીતા-ચર્ચિત ચહેરા ચંદ્રકાન્ત દરુના / Chandrakant Daru શતાબ્દી વર્ષની ઉજવણી મોટા પાયે કરવી જોઇએ તેવો તેમના સાથીદારોનો દ્રઢ ખ્યાલ છે. વિચારને અમલમાં મુકવા ‘ચંદ્રકાન્ત દરુ સ્મારક ટ્રસ્ટ’ અંતર્ગત ‘ચંદ્રકાન્ત દરુ શતાબ્દી ઉજવણી સમિતિ’ની રચના કરવામાં આવી. બન્નેના અધ્યક્ષ અનુક્રમે પ્રકાશ ન. શાહ / Prakash N. Shah...


કાયદો હાથમાં લેશો નહીં, કોઈ લે ત્યારે આ પુસ્તિકાઓ હાથવગી રાખજો.....

વૅકેશનનો માહોલ છે. સ્કૂલો, કૉલેજો અને કૉર્ટમાં પણ ઉનાળુ વૅકેશન / Summer Vacation. કૉર્ટનું વૅકેશન સત્તાવાર ધોરણે તો સમાપ્ત થયું છે પણ તેને કાયમી ધોરણે પૂરું કરવા ચેન્નાઈના / Chennai એક વકીલ નામે કે. શ્યામ સુંદરે / K Shyam Sundar મદ્રાસ વડી અદાલતમાં / Madras High Court તે બાબતે પુનર્વિચારણા માગતી અરજી કરીને કોરટને ખુદને ન્યાયના કઠેડામાં ઊભી કરી છે. એટલા માટે કે વૅકેશનનું જાહેરનામું મદ્રાસ વડી અદાલતે જ બહાર પાડ્યું...