તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017 “બીજો માળ, બાવીસ નંબર…તારક મહેતાને ત્યાં…”…આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું. “ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી. *     *     *     *     *     *     * 2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને...


યશવંત શુક્લ અને જશવંત ઠાકર : જન્મ-શતાબ્દીએ વતનવંદના

નડિયાદ નગરની વતનવંદના નવેમ્બરથી માર્ચનો પાંચ મહિનાનો સમયગાળો એવો હોય છે કે એ દરમિયાન કળા – કલાકારથી લઇને પાણીકળા (પ્લમ્બર) સુધીના વર્ગના સેમિનાર થતા હોય છે. સાહિત્ય, સંગીત, નૃત્ય, શિક્ષણ, વેપાર અને નામ બોલતા – સમજતા ના આવડે એવા ક્ષેત્રોના કંઈક પ્રકારના જાહેર કાર્યક્રમોની વણઝાર અને ભરમાર હોય. કાર્યક્રમ ગુજરાતમાં હોય તો અમદાવાદ / Ahmedabad, વડોદરા / Vadodara, રાજકોટ / Rajkot અને સુરત / Surat જેવા...


વતનમાં વિદ્યાગુરુ રતિલાલ બોરીસાગરને સન્માનનો Showerbath

રતિલાલ બોરીસાગર : શિક્ષકનું સન્માન શિક્ષક તરીકેની પહેલી અને હાસ્યલેખક તરીકેની આજીવન ઓળખ ધરાવતા રતિલાલ બોરીસાગરને બુધવાર, 5જાન્યુઆરી 2011ની સાંજે સાવરકુંડલાવાસીઓએ મન ભરીને પોંખ્યા હતા. સન્માન સમારંભ જ્યાં યોજાયો હતો તે સ્થળ જે.વી. મોદી હાઇસ્કૂલના પટાંગણમાં ત્રણ હજાર ઉપરાંત શ્રોતાગણ ઉપસ્થિત હતો. એ જ સ્કૂલ કે જ્યાં રતિભાઈ (જન્મ : 31 ઑગસ્ટ 1938) 1949માં 11 વર્ષની ઉંમરે પાંચમા ધોરણમાં...


તારક મહેતાનું નાગરિક સન્માન : અમદાવાદ શહેરના ગૌરવનો ગુણાકાર

(ડાબેથી) સુરેન્દ્ર પટેલ, વિનોદ ભટ્ટ, તારક મહેતા અને અસિત વોરા – નાગરિક સન્માન વેળાએ ગુજરાતી વાંચી શકતા સૌ કોઇને લખીને હસાવી શકતા તારક મહેતા / Tarak Mehta નું નામ ટી.વી. શ્રેણી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના / Taarak Mehta Ka Ooltah Chashmah એક હજાર ઉપરાંત એપિસોડના પ્રસારણ પછી હવે એવા વિશાળ ફલક પર વિસ્તાર પામ્યું છે કે ટેલિવિઝન દેખી શકતા કોઇને પણ હસાવી શકે. લોકપ્રિયતાના તમામ માપદંડો વટાવી ગયેલા...


ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે

ડૉ. રતન રૂસ્તમ માર્શલ : 14-10-1911થી 16-01-2011 આયુષ્યની સદી ચૂકી ગયેલા માર્શલ સાહેબનો આજે 14મી ઓક્ટોબરે 102મો જન્મદિવસ છે. પત્રકારત્વમાં કોઈ પ્રકારના ક્લાસિફિકેશન નહોતા એવા સમયે તેમણે ગુજરાતી પત્રકારત્વમાં / Gujarati Journalism પ્રથમવાર સંશોધન હાથ ધરી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. તેમના અંગત પરિચયમાં મારે સાવ અનાયાસપણે આવવાનું થયું હતું. સાત – આઠ વર્ષ પહેલાની એ સવાર મને બરાબર યાદ છે. મોબાઇલનો ઉપયોગ...


ઇન કેસ ઓફ ઇમરજન્સી, પ્લીઝ કોન્ટેક્ટ.....!

રજનીકુમાર પંડ્યા : આજે પ્રવેશ પંચોતેરમાં…  ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ જગતમાં જેમની નામજોગ ઓળખ ‘રજનીકુમાર પંડ્યા’ / Rajnikumar Pandya છે એ તેમની સાથે સંપર્કમાં આવ્યાના પહેલા જ દિવસથી મારા માટે ‘રજનીકાકા’ બની ગયા હતા. ગમતા લેખક – સર્જક સાથે પહેલી જ વાર રૂબરૂ સંપર્કમાં આવતાં શું સંબોધન કરવું એની અવઢવમાં અને વિનોદ ભટ્ટે આપેલી સલાહને અનુસરતા મેં તેમને ‘રજનીકાકા’ કહ્યું. અવઢવ એટલા...


ચંદુ મહેરિયા : તિલક વિના ત્રેપન થયાં.....

ચંદુ રામજીભાઈ મહેરિયા કર્મશીલ, લેખક, પત્રકાર, સંપાદક, સંચાલક, વક્તા, કવિ, વિશ્લેષક, વિચારક જેવી અનેકવિધ ઓળખ ધરાવતા અને આ તમામ પાસાંઓમાં પોતાના ખંત, નિષ્ઠા અને અભ્યાસથી આગવું સ્થાન પ્રાપ્ત કરનારા તેમજ દલિત સાહિત્યના આરંભે તેની ઓળખ ઉભી કરનારામાં પાયારૂપ ગણ્યાંગાંઠ્યાંઓમાંના એક એવા ચંદુભાઈ મહેરિયા / Chandu Maheria આજે 28મી જૂને ચોપનમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે (જન્મવર્ષ –1959 : અમદાવાદ)....


યશવન્ત મહેતા : બાળસાહિત્યકારનો અમૃતપ્રવેશ

યશવન્ત મહેતા : આજે પંચોતેરમાં પ્રવેશ, પત્ની દેવીબહેન સાથે…..  સક્રિય પત્રકારત્વની પચાસી પાર કરી ચુકેલા યશવન્તભાઈ આજે 19મી જૂને પંચોતેરમા વર્ષમાં પ્રવેશી રહ્યા છે. (જન્મવર્ષ – 1938 : લીલાપુર, સુરેન્દ્રનગર જિલ્લો) સાહિત્યના એકથી વધુ પ્રકારના વિષયોમાં તેમણે કરેલું ખેડાણ 450 ઉપરાંત પુસ્તકોમાં સમાયું – સચવાયું છે. જો કે તેમની મુખ્ય ઓળખ બાળસાહિત્યકારની રહી છે. એ એમની નિસબતનો વિષય પણ...


ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.         ભારતીય દેવાલય...


પન્નાલાલ પટેલ : હયાતીના હસ્તાક્ષર

પન્નાલાલ પટેલ : જન્મસ્થળ માંડલી (ડુંગરપુર, રાજસ્થાન)નું ઘર તસવીર : બીરેન કોઠારી ઇઠ્યોતેરમો જન્મદિન પરિવાર સાથે ઉજવે તેના ઠીક એક મહિના પહેલા જીવનલીલા સંકેલી લેનાર વાર્તાકાર – નવલકથાકાર / Gujarati Author પન્નાલાલ પટેલનું શતાબ્દી વર્ષ આજે 7 મે 2012ના રોજ પૂર્ણ થાય છે. ગઈકાલના કે આજના ગુજરાતને અલગ – અલગ સંદર્ભે જેની સાથે નિકટનો નાતો રહ્યો છે એવા પડોશી રાજ્ય રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના...


વસુબહેન : નામ નહીં 'સર્વ'નામ, સર્વે જણ માટે એક જ નામ

ગુજરાતી સાહિત્ય અને માધ્યમ જગતમાં એક નામ એવું છે જે માત્ર નામથી જ ઓળખાય છે. કોઈ અટક કે ઉપનામ-તખલ્લુસ તેને લાગુ પડતું નથી. વસુબહેન / Vasubahen. ‘વિનોદની નજરે’માં વિનોદ ભટ્ટે તેમનો પરિચય આપતા શરૂઆત આ રીતે કરી છે. નામ : વસુબહેન. ઉપનામ: વસુબહેન. અટક: વસુબહેન. પિતા અગર પતિનું નામ : વસુબહેન. વસુબહેન : આજે થયા અઠ્ઠયાશી (88)         આ નામ માટે ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણી વખતે એક વાર તેમને ઝઘડો...


અશ્વિની ભટ્ટ : વિરામ વગરનું વ્યાખ્યાન ‘અલ્પવિરામ’

        વેપાર જગતમાં માર્ચ મહિનો ‘યર એન્ડિંગ મન્થ’ રૂપે ખ્યાત છે. વર્ષભરના હિસાબ-કિતાબ સરભર કરવાની દિમાગી કસરત આ મહિનામાં થાય. છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં એક વ્યાખ્યાન શ્રેણી ચાલે છે જેનું શિર્ષક છે ‘જો આ હોય મારું અંતિમ પ્રવચન’. આ વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત વક્તાએ પોતાના જીવનનું ‘યર એન્ડિંગ’ નહીં પણ ‘એરા એન્ડિંગ’ વક્તવ્ય આપવું એવો સામાન્ય ઉપક્રમ છે. પ્રારંભથી દર મહિનાના...