રણછોડભાઈ પુરાણી નામે ‘એક માણસની બે ઓળખ’ : સેવાદળના કાર્યકર અને કાર્ટૂનિસ્ટ

રણછોડભાઈ પુરાણી / RanchhodBhai Puraniકળાકાર અને કાર્યકર ગ્રામીણ પત્રકારત્વ માટે જાણીતા ‘ગ્રામગર્જના’ / Gramgarjana પાક્ષિકના પ્રકાશક-તંત્રી મણિલાલ એમ. પટેલે / ManiLal M. Patel આ વર્ષની પંદરમી ઑગસ્ટ – સ્વાતંત્ર્ય દિને ધ્વજવંદનનું આમંત્રણ આપતા ‘આવજો ને’ એટલું માત્ર ન કહેતાં એથી આગળ વધીને કહ્યું કે ‘ધ્વજવંદન મારા હસ્તે છે અને અમારા સેવાદળના એક સમયના સાથી કાર્યકરનો તમને પરિચય પણ કરાવવાનો છે.’ નામ શું? એમ...