હસુકાકી : પરિચય પાંચ વર્ષનો, હેત આજીવન

હસિતા હસમુખ શાહ / Hasita Hasmukh Shah [22 ફેબ્રુઆરી 1927 થી 11 એપ્રિલ 2017] ગોધરા (પંચમહાલ, ગુજરાત) થી લાન્સિંગ (મિશિગન, અમેરિકા) હસુકાકીને મારી પાંચ – છ વર્ષની ઉંમરે 1976માં પહેલીવાર મણિનગર – અમદાવાદની ગંગેશ્વર સોસાયટીમાં જોયા હતા અને છેલ્લીવાર મળવાનું થયું 2006માં એ શહેર પણ અમદાવાદ / Ahmedabad. આ સમયગાળો આમ તો ત્રીસ વર્ષનો છે પણ તેમના પરિચયનો આલેખ મારે પાંચેક વર્ષનો જ આપવાનો થાય છે. સગપણમાં મારા મોટાકાકી થતા અને...


તારક મહેતા : પોસ્ટકાર્ડના પરિચયથી પડોશી બનવા સુધી

તારક મહેતા / Tarak Mehat 26-12-1929થી 01-03-2017 “બીજો માળ, બાવીસ નંબર…તારક મહેતાને ત્યાં…”…આવું મેં લિફ્ટમેનને લિફ્ટમાં પ્રવેશતા કહ્યું. “ભાઈ, તમે નિયમિત તારક સાહેબના ઘરે આવો છો એટલે હવે નંબર બોલવાની જરૂર નથી. મને યાદ છે.” આવું મને પેરેડાઇઝ અપાર્ટમૅન્ટની લિફ્ટની જવાબદારી સંભાળતા સોમભાઈએ કહ્યું. વર્ષ 1995. વીસ વર્ષ પછી. *     *     *     *     *     *     * 2015માં પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ તારક મહેતાને...


ફોઇનું નામ – વસુમતી : સરનામું – સાબરમતી

વસુમતી નવીનચન્દ્ર શાહ / Vasumati Navinchandra Shah 31-08-1937થી 01-12-2015 ગોધરામાં જન્મેલા, સ્કૂલે ગયેલા, પૂનામાં કૉલેજ ભણેલા વસુફોઈ લગ્ન કર્યાના બીજા દિવસથી અમદાવાદના સાબરમતીમાં રહેવા આવી ગયા હતા. એમ તો એ નવા વાડજમાં પણ રહ્યા અને ઇઠ્યોતેર વર્ષની ઉંમરે વસ્ત્રાપુરના ઘરમાં અવસાન પામ્યા ત્યારે ત્રણ દીકરીઓ અને એક દીકરાનો પરિવાર સાથે હતો. ચાર સંતાનોની માતા એવા ફોઇએ પાંચ બાળકોને લાડ-પાન લડાવ્યા, જીદ – માગણી...


ચંપા અરવિંદલાલ શાહ ઉર્ફે ચંપા સાકરલાલ મોદી ઉર્ફે ચંપાફોઈ રાણીપવાળા...

ચંપા અરવિંદલાલ શાહ / Champa ArvindLal Shah 04-08-1931થી 18-03-2016 મારે બે ચંપાફોઈ છે. એક તે પપ્પાના સગા બહેન (ચંપાબહેન કંચનલાલ પરીખ) જેઓ હાલ અમેરિકામાં વસે છે. બીજા તે પપ્પાના પાલીમાસીની દીકરી બહેન એમ એ સગપણથી થતા ચંપાફોઈ. વતન ગોધરાના કાજીવાડા (આજે શ્રીજીવાડા તરીકે ઓળખાતું ફળિયું)માં સાથે જ રહેલી, ઉછરેલી, ભણેલી બન્ને માસિયાઈ બહેનો વચ્ચે બહેનપણાનું પ્રમાણ વધુ હતું. કાળક્રમે આમ તો બન્ને ચંપાફોઈ...


સુમતિફોઈ : પપ્પાની પાંચમી બહેન

સુમતિ હરવદન શાહ / Sumati Harvadan Shah 13-03-1934થી 13-12-2014 સુમતિ સાકરલાલ મોદી ઉર્ફે સુમતિ હરવદન શાહ – સગપણમાં પપ્પાના માસી (પાર્વતી સાકરલાલ મોદી)ના દીકરી અને એ નાતે મારા ફોઈ થાય. સગી ચાર બહેનો (સ્વ. મધુકાન્તાબહેન, સ્વ. જસુબહેન, ચંપાબહેન અને વસુબહેન) ઉપરાંત પપ્પા પર સૌથી વધુ જો કોઈ હેત વરસાવનારું હોય તો તે આ સુમતિફોઈ / Sumati Harvadan Shah. વતન ગોધરામાં જન્મેલા (જન્મ તારીખ : 13 માર્ચ 1934) અને જન્મારો કાઢેલા આ ફોઈએ અને...


ખુશવંત સિંહ : સાંજ વિતાવવી ગમે એવા લેખક સાથે સવારની મુલાકાત

ખુશવંત સિંહ / Khushwant Singh 02-02-1915થી 20-03-2014 જન્મ : હદાલી, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખુશાબ જિલ્લાનું ગામ અવસાન : નવી દિલ્હી – ભારત એકવીસમી સદીનો પહેલો દાયકો પણ તેના અંતિમ દિવસો ગણી રહ્યો હોય તેવે વખતે કોઈ વ્યક્તિ ટાઇપિસ્ટના / Typist આવવાની રાહ જોતી હોય તો તેના વ્યવસાય, હોદ્દો કે કામના પ્રકારની ધારણા બાંધવાનું સહેલું છે. કાં તો તે વ્યક્તિ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલી હોય અથવા કૉર્ટમાં...


વિનોદ સાકરલાલ મોદી : ભણતર-ગણતર ગોધરામાં, કર્મભૂમિ કલ્યાણ અને વિદાય વડોદરામાં

વિનોદ સાકરલાલ મોદી / Vinod Sakerlal Mody 01-04-1936થી 02-02-2014 નિવૃત્તિ પછીનો આંશિક સમય અમેરિકામાં બે પુત્રોના પરિવાર સાથે ગાળનાર વિનોદકાકાનું રવિવાર 2 ફેબ્રુઆરી 2014ની સવારે 78 વર્ષની વયે વડોદરામાં અવસાન થયું. નાનો પુત્ર અર્પિત અમેરિકાથી આવી પહોંચતા મંગળવાર 4 ફેબ્રુઆરીની સવારે વતન ગોધરામાં પરિવારજનોની ઉપસ્થિતિમાં તેમની અંતિમવિધિ સંપન્ન કરવામાં આવી. સગપણમાં વિનોદકાકા / Vinod Sakerlal Mody મારા પિતા...


પપ્પા વિનાનું પહેલું વર્ષ

પ્રફુલ મહાસુખલાલ મોદી / Praful Mahasukhlal Modi 22-10-1940થી 23-10-2012 સાઇકલ શીખવાની ઉંમરે તે ચલાવવાનું આવડી જાય એ જ એક માત્ર લક્ષ્ય હોય. મારા માટે એ ઉંમર નવ-દસ વર્ષની વચ્ચે ખેડા જિલ્લાના ઠાસરા ગામે (યાત્રાધામ ડાકોરથી / Dakor નજીકનું ગામ) રહેતો ત્યારે આવી ગઈ હતી. અડધો કલાકના આઠ આના લેખે સાઇકલ ભાડે મળે. પૂરા દિવસ માટે પણ ભાડે મળે. જો કે એવી જરૂર ન પડે. મોટેભાગે શનિ-રવિની રજાના દિવસમાં પપ્પા સાઇકલ ભાડે અપાવવાનો...


રતિલાલ ચંદરયા : ગુજરાતી કક્કાને કમ્પ્યૂટરના વાઘા પહેરાવનારની વિદાય

રતિલાલ ચંદરયા : 24-10-1922થી 13-10-2013 “ધનની દેવી લક્ષ્મીની કૃપા તો હતી જ પણ તેણે મને લેક્સિકોનના માધ્યમથી દેવી સરસ્વતીની સેવા કરવાની તક આપી તેને હું મારું સૌભાગ્ય સમજું છું.” ચાર વર્ષ અગાઉ ઑક્ટોબર – 2009માં ગુજરાતી લોકકોશના લોકાર્પણ પ્રસંગે આ શબ્દોમાં પ્રતિક્રિયા આપનાર રતિલાલ ચંદરયા / Ratilal Chandaria માટે કહેવું જોઇશે કે 13 ઑક્ટોબર 2013ની રાત્રે તેઓ પરમ સૌભાગ્યને પામ્યા. તેમનું આખું નામ આ એક વાર...


દિલીપ ધોળકીયા : પડોશી ગુમાવ્યાની પીડા, સરનામામાં સામેલ થયાનો આનંદ

દિલીપ ધોળકિયા : 15-10-1921થી 02-01-2011 ગુજરાત અને ગુજરાતીઓ જેમને ગાયક – સંગીતકાર તરીકે ઓળખે છે એવા દિલીપ ધોળકીયાની અંગતતમ ઓળખાણ મને ઉર્વીશ કોઠારી દ્વારા થઈ હતી. શાસ્ત્રીય સંગીતના વાર્ષિક જલસા જેવા ‘સપ્તક’ના કાર્યક્રમો જ્યાં આયોજિત થાય છે તે કાશીરામ અગ્રવાલ હોલ નજીકનું ગોયલ ટેરેસનું નિવાસસ્થાન છોડીને તેઓ વસ્ત્રાપુરમાં હિલ્લોરા રેસીડેન્સીમાં મારા ઘરની નજીક રહેવા આવ્યા હતા....


સુરેન્દ્ર સાકરલાલ મોદી : વિદેશમાં વિદાય પામનારા પહેલા પરિવારજન

સુરેન્દ્ર સાકરલાલ મોદી / Surendra Sakerlal Mody 03-12-1927થી 26-07-2013 અમેરિકામાં બે દીકરીઓ અને બે પુત્રોના હર્યા-ભર્યા પરિવાર સાથે બે દાયકાથી વસવાટ કરતા સુરેન્દ્રકાકાનું મિશિગન સ્ટેટના લાન્સિંગ શહેરમાં શુક્રવાર 26 જુલાઈ 2013ની નમતી બપોરે 86 વર્ષની વયે અવસાન થયું. 3 ડિસેમ્બર 1927ના રોજ ગોધરા (પંચમહાલ જિલ્લો)માં જન્મેલા તેઓ છ ભાઈઓમાં સૌથી મોટા અને પાંચ બહેનો સાથેના પરિવારમાં ત્રીજા નંબરે હતા....


બળવંતરાય પારેખ : સાહિત્યના પારખુ

બળવંતરાય પારેખ / Balvantrai Parekh 12-03-1924થી 25-01-2013 સાહિત્ય, કળા, ભાષા અને વારસાના સંવર્ધન માટે કે સમાજસેવાના કામ માટે જરૂરી નાણાકીય મદદ આપવા માટે અનેક લોકો આગળ આવે પરંતુ એમાંનું કોઈ જે-તે કામમાં સક્રિયપણે સામેલ થાય એવા દાખલા બહુ ઓછા જોવા મળે. ચોસઠમા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ મુંબઈમાં અવસાન પામેલા ઉદ્યોગપતિ બળવંતભાઈ કે. પારેખ / Balvantrai Parekh એમાંના એક હતા. 12 માર્ચ 1924ના રોજ જન્મેલા બળવંતભાઈ...


ડૉ. રતન રૂસ્તમ માર્શલ : સદી ચૂક્યા પણ સૈકાઓ સુધી યાદ રહેશે

ડૉ. રતન રૂસ્તમ માર્શલ : 14-10-1911થી 16-01-2011 આયુષ્યની સદી ચૂકી ગયેલા માર્શલ સાહેબનો આજે 14મી ઓક્ટોબરે 102મો જન્મદિવસ છે. પત્રકારત્વમાં કોઈ પ્રકારના ક્લાસિફિકેશન નહોતા એવા સમયે તેમણે ગુજરાતી પત્રકારત્વમાં / Gujarati Journalism પ્રથમવાર સંશોધન હાથ ધરી ડૉક્ટરેટની પદવી મેળવી હતી. તેમના અંગત પરિચયમાં મારે સાવ અનાયાસપણે આવવાનું થયું હતું. સાત – આઠ વર્ષ પહેલાની એ સવાર મને બરાબર યાદ છે. મોબાઇલનો ઉપયોગ...


નર્મદા યોજનામાં એક ઈંટ અમારી પણ ગણજો : રાસબિહારી દેસાઈ

રાસબિહારી દેસાઈ : 23-06-1935થી 06-10-2012 તસવીર : સંજય વૈદ્ય મથાળે લખ્યું છે એ વાક્ય બોલનાર રાસબિહારીભાઈ સિવિલ એન્જિનિયર કે નર્મદા – સરદાર સરોવર યોજના સાથે સંકળાયેલા કોઈ કર્મચારી હતા એવો પ્રશ્ન થાય તો તેનો એકાક્ષરી જવાબ છે ‘ના’. આવા એકાક્ષરી તો નહીં પરંતુ નાના-નાના સવાલો કે જેમાં તેમના અંગત ગમા-અણગમા છતાં થાય તેવા ટૂંકાક્ષરી જવાબો હું તેમની પાસેથી મેળવી રહ્યો હતો. ‘આરપાર’ સાપ્તાહિકની /...


કે.લાલ : અલવિદા લીધી..... ના...ના...છૂમંતર થઈ ગયા.....

કે.લાલ (કાન્તિલાલ ગીરધરલાલ વોરા)01-01-1924થી 23-09-2012 ‘જિંદગીભર લોકોને છેતરીને કમાયો છું.’ “ટાઇપ, જોડણી બધું બરાબર છે?”…“હા, બરાબર છે.” “અરે શું બરાબર છે? આવું તે કંઈ લખાતું હશે?”…“હા, પપ્પા આવું તો ના જ લખાય.”…“હા, હા, પપ્પાજી આવું તો ના જ લખાય. અબઘડી છેકી નાંખો.” શબ્દોમાં ફેરફાર હશે પરંતુ વાતચીતના અર્થમાં કોઈ ફેરફાર નથી. આજથી લગભગ વીસેક વર્ષ પહેલાં ઉપર લખ્યો તે ડાયલૉગ મારી સામે થતો હતો....


વર્ગીસ કુરિયન : આપનો ફોટો પાડવો એ ‘મારું સ્વપ્ન’

ડૉ. વર્ગીસ કુરિયન : 26-11-1921થી 09-09-2012  પુસ્તક લોકાર્પણ – વિમોચન કાર્યક્રમની તસવીરો અવસર-સમય મળ્યે લેતો હોઉં છું. પોસ્ટ સાથેની આ તસવીરો એવા જ એક કાર્યક્રમની છે જે 2006ના વર્ષમાં અમદાવાદમાં યોજાયો હતો. મારા માટે એ અવસર હતો. એવો અવસર જેને મેં કેમેરો હાથમાં લીધો હોય તેના પહેલા દિવસથી ઝંખ્યો હોય. કેમ? થોડું બેકગ્રાઉન્ડ જાણવું અને ફ્લેશબેકમાં જવું જરૂરી છે. સ્કૂલના બારમાંથી પાંચ ઘોરણ...


કલ્પેશ શાહ : આંખનો ડૉક્ટર, આંખ સામેથી ઓઝલ થયાને વરસ થયા વીસ

ડૉ. કલ્પેશ ગુણવંતલાલ શાહ ‘તમે કદી રક્તદાન કર્યું છે?’ ઘરના બારણે ટકોરા પડે કે ડોરબેલ વાગે ત્યારે જાણે – અજાણે આપણું મન ધારણાઓ બાંધવા લાગે છે. વહેલી સવારનો સમય હોય તો દૂધવાળો કે છાપાવાળો મહિનાનો હિસાબ કરવા આવ્યા હશે, બપોરનો સમય હોય તો ઇન્ટરનેટના જમાનામાં પણ પહેલો ખ્યાલ તો પોસ્ટમેન આવ્યો હશેનો જ આવે કે સાંજના સમયે ગેસ સિલિન્ડર રિફિલની ડિલિવરી આપનારથી લઈને ગેસ્ટના આગમનની...


ગીતાંજલિ મધુસૂદન ઢાંકી : વિદ્યાવ્યાસંગીના જીવનસંગિનીની વિદાય

કવિ – લેખક – સાહિત્યકાર– કલાકાર આ જગતમાંથી વિદાય લે ત્યારે માધ્યમોમાં એ બાબતની નોંધ લેવાય છે. સારું છે. જો કે એ લાભ એમના પરિવારજનોને મળતો નથી. એ બાબતમાં સંતાનો સુધી લીટી લાંબી ન કરીએ તોય એ લાભ દિવંગતના પતિ કે પત્નીને મળે, મળવો જોઈએ એવી લાગણી થયા કરે. હવે લાગણીનું તો એવું છે ને કે તેને કાબુમાં – સીમિત રાખવી પડે. જો કે આજે આવી નોંધ લેવી પડે તેવું એક કારણ મળ્યું છે.         ભારતીય દેવાલય...